Tuesday, November 19, 2024
HomeGujaratહળવદના ટીકર ગામે તાજા જન્મેલ મૃત બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા વિરૂદ્ધ...

હળવદના ટીકર ગામે તાજા જન્મેલ મૃત બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા વિરૂદ્ધ નોંધાયો ગુન્હો

હળવદ તાલુકાના ટીકર ગામે ઢસી રોડ પર પ્લોટ વિસ્તાર નજીક કોઈ અજાણી મહિલા તાજુ જન્મેલું મૃત બાળક ત્યજીને ચાલી ગઈ હતી. જે અંગે હાલમાં ટીકર ગામે રહેતા આગેવાનોએ અજાણી મહિલાની સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૧૮ હેઠળ ગુનો દાખલ કરી બાળકને ત્યજીને નાશી ગયેલ મહિલાને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી માહિતી પ્રમાણે, હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અને ખેતી કામ કરતા ૪૭ વર્ષિય ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયાએ અજાણી મહિલા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ કરતાં તેમણે જણાવ્યું હતું કે ટીકર ગામે ઢસી રોડ પ્લોટ વિસ્તારમાં કોઈ અજાણી મહિલાએ તાજુ અને કાચું જન્મેલ બાળકને મૃત હાલતમાં ત્યજીને ચાલી નાશી ગઈ છે. ગામના આગેવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે અજાણી મહિલાની સામે આઇપીસી કલમ ૩૧૮ મુજબ ગુનો નોંધી આરોપી મહિલાને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!