Monday, November 18, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા

મોરબી શહેરી વિસ્તારમાં બે તથા ગ્રામ્યમાં એક એમ કુલ ત્રણ અપમૃત્યુના બનાવમાં ત્રણ વ્યક્તિના મોતની પોલીસના ચોપડે નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી-૨ માં જવાહર સોસાયટી ભડીયાદ કાંટે રહેતા અરુણકુમાર ગંગારામભાઇ જ્યોતિકર ઉવ.૫૩ ગઈકાલે પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેઓને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિ.માં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિ. માં રીફર કરવાની કામગીરી દરમિયાન અરુણકુમારનું મૃત્યુ નીપજતા મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિ.ખાતે લઇ જવાતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી પોલીસે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં મોરબી-૨ ઉમા ટાઉનશીપમાં રહેતા લતાબેન નીલેશભાઈ આદ્રોજા ઉવ.૩૫ એ કોઈ કારણોસર પોતાના ઘેર ઝેરી દવાના ટીકડા ખાઈ જતા જેને મોરબીની ખાનગી હોસ્પિ. સારવાર માટે લાવતા જ્યાં સારવાર દરમ્યાન મરણ જતા જે અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હેડ કોન્સે. જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે.

જયારે ત્રીજા અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકાના સોખડા પાટીયા પાસે આવે ઓવેલ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રીકાંત કૈલાશ જાદવ ઉવ.૩૩ એ સીરામીકના લેબર ક્વાટરમા કોઇપણ કારણસર પંખા સાથે લટકાઇ જઇ આપઘાત કરી લેતા જેની ડેડબોડી તેમના પત્નિ નેહાબેન મોરબી સ.હોસ્પિ. ખાતે લાવતા જે અંગેની ફરજ પરના ડોક્ટર દ્વારા જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!