મોરબીના ઉચી માંડલ ગામ નજીક આવેલ સ્પેરોન સીરામીક કારખાનામાં કામ કરતી વેળા પગ સ્લીપ થતા પારસિગ ભુરાભાઇ ભીલવાલ ઉવ.૪૧ રહે સ્પેરોન વિટ્રીફાઇડ ઉચીમાંડલ તા.જી.મોરબી કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત શ્રમિકને સારવારમા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ અત્રેની મોરબી સરકારી હોસ્પિ.ખાતે લઈ આવેલ હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે શ્રમિક પારસિગને મરણ ગયેલ જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ HC જે.એમ.જાડેજા દ્વારા ચલાવી છે.