મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં બપોરે બાઈક પાર્ક કરવા મુદ્દે રફીક મેમણ અને મમુ દાઢી જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. જેમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ અને ઘાતકી હથિયારોથી હુમલો થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. આ બનાવ બાદ બંને જૂથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરી કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ મેળવેલ આરોપીઓ પૈકી ૧૩ના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા. આ ઉપરાંત આજે આરોપી રોઉફ રજાક કાસમાણીના રીમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ કરતા આજે તેને મોરબી સબ જેલ હવાલે કર્યો હતો.