મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી / વિશ્વાસઘાત કરતા ગુન્હામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગત તા. ૦૪/૦૧/૨૪ ના રોજ કિશનભાઇ કા નામનાં અરજદારને વોટ્સએપ નંબર દ્વારા લિંક મોકલી શેર બજારમાં ૪,૪૭,૧૫૦ નું રોકાણ કરાવી ફરિયાદીને રૂપિયા પરત માંગતા નહિ આપતાં સાયબર ક્રાઇમ મોરબી ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરતાં અલગ અલગ ટીમો બનાવી ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા. જેમાં વધુ બે આરોપી રાકેશભાઇ ઠાકોર અને ચિરાગભાઈ ઉર્ફે દેવ સતિષભાઈ કહારને પકડી વધુ તપાસ હાથ ધરી છે.