વાંકાનેરમાં આવેલ સિરામિક એકમના લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પણ જેટલા લોકો દાઝી જતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામિકના લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં લેબર ક્વાર્ટરમા આજે સવારે શ્રમિકો રસોઈ કરતા હતા ત્યારે અચાનક અગમ્ય કારણોસર ગેસની લાઈન લીકેજ થતા અચાનક આગ ભભૂકી હતી. જેના કારણે ઓરડીમાં હાજર રહેલા આશિષ બંજારા, રાહુલ,લક્ષ્મણ કહા, હિતેશ કુશવાહ તથા વિકાસ બંજારા દાઝી ગયા હતા.તેમજ મળતી માહિતી અનુસાર ત્રણ શ્રમિકો ને રાજકોટ અને બે શ્રમિકોને મોરબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.