હળવદના ગ્રામ્ય પંથકમાં રહેતા ખેતશ્રમિક પરિવારની ૧૬ વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જનાર યુવક વિરુદ્ધ સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હળવદ તાલુકાના એક ગામમાં વાડીમાં રહી મજૂરી કામ કરતા પરિવારની ૧૬ વર્ષની સગીર વયની દીકરીનું ગત તા.૧૪ જાન્યુ.૨૦૨૪ના રોજ અક્ષય શૈલેષભાઈ રાઠવા રહે. ગુંડાવાડા તા. જી.છોટાઉદેપુર વાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાને ઇરાદે ભગાડી ગયો હતો. જે અંગે શ્રમિક પરિવાર દ્વારા પોતાની સગીર વયની દીકરીની શોધખોળ કરતા આજદિન સુધી મળી આવેલ ન હોય જેથી સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરુ કરી છે.