હિટ એન્ડ રનની મળતી માહિતી અનુસાર ગત તા.૦૫/૦૩ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા રાજકોટ હાઇવે ઉપર ટાટા ટ્રક રજી.આરજે-૧૪-જીપી-૮૭૨૧ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતી છકડો રીક્ષા રજી નં. જીજે-૦૩-એક્સ-૩૦૨૯ને સાઇડથી ઠોકર મારતા છકડાનો ચાલક તથા તેના પિતા રોડ પર પડી ગયા હતા. અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલ બન્નેને શરીરે મુંઢ ઇજા તેમજ છકડા ચાલકના પિતાને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોચાડી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇ અકસ્માત સ્થળેથી નાશી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત છકડા ચાલક મૂળ સુ.નગર જીલ્લાના ગઢેચી ગામના હાલ રાજકોટ શિવમ સોસાયટીમાં રહેતા અનીલભાઇ રઘુભાઇ સોવસીયા ઉવ.૨૭એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટાટા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.