મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા મોરબી એલ.સી.બી. એ આરોપીની અટક કરીપાસા હેઠળ ભાવનગર જીલ્લા જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઈ. એમ.પી. પંડયાએ મોરબી સીટી એ/બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ આ ગુનામાં સંડોવાયેલ ઇસમ સાગરભાઇ કાંતિભાઇ પલણ (રહે.મોરબી જલારામ પાર્ક, બ્લોક ન.૧૫ નવલખીરોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ)નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ એલ.સી.બી. ટીમ દ્વારા સામાવાળા સાગરભાઇ કાંતિભાઇ પલણાને ગઈકાલે તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે પોતાના રહેણાંક મકાનેથી પકડી, ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી દીધો છે.