હળવદ તાલુકાના ટીકર(રણ) ના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રભાઈ પટેલે અને હળવદ તાલુકા પંચાયત સભ્ય વાસુદેવભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. પોતાના વિસ્તારના વિકાસના કામો થતાં ન હોવાથી પ્રદેશ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલને રજીમાનું ધરી દીધું છે.
મળતી માહિતી અનુસાર, હળવદ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્યએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્ર પટેલ અને હળવદ તાલુકા સદસ્ય વાસુદેવ પટેલે રાજીનામું ધરી દીધું છે. તેમજ ટીકર બેઠકના સરોજબેન પટેલે જિલ્લા પંચાયતના સદસ્ય એ પણ રાજીનામું આપી દીધું છે તેમ ધર્મેન્દ્રભાઈ પટેલને જણાવ્યું છે. પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોની અવગણના પગલે પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષને રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે.