Sunday, November 24, 2024
HomeGujaratવાંકાનેરના પાંચદ્વારકા ગામે મારામારીમાં સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી

વાંકાનેરના પાંચદ્વારકા ગામે મારામારીમાં સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી

વાંકાનેરનાં પાંચદ્રારકા ગામે બાઈક સાથે રિક્ષા સહેજ ભટકાવાની બાબતમાં થયેલી મારામારીમાં અગાઉ એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કેસુભાઇ રામજીભાઇ દંતેસરીયા (ઉ.વ.૩૫ ધંધો રી.ડ્રા. રહે. પાંચદ્રારકા જુના ગામમાં વાંકાનેર) એ આરોપીઓ મનીષભાઇ પોપટભાઇ દંતેસરીયા, અરવિંદભાઇ પોપટભાઇ દંતેસરીયા (રહે. બંન્ને પાંચદ્રારકા) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ પાંચદ્રારકા ગામે આરોપીએ પોતાના ધર પાસે શેરીમાં મોટર સાયકલ લઇ ઉભેલ હોય દરમ્યાન ફરીયાદી પોતાની ઓટો રીક્ષા લઇ નીકળતા રીક્ષા આરોપીના મોટર સાયકલ સાથે ઘસાઈ હતી. જે બાબતે આરોપીઓ તથા ફરીયાદીને બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીને ગાળો બોલી ઝધડો તકરાર કરી તલવાર વડે ફરીયાદીને કપાળમાં ઇજા કરતા તેમજ લાકડી વડે ડાબા હાથમાં મારમારી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!