હળવદ તાલુકાના માનગઢ નજીક બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી કરતા ટ્રક અને હિટાચી મશીન અને રેતી ખનિજ વહન કરતા ઇસમો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હળવદ પોલીસે મુદામાલ કબ્જે કરી મોરબી ખનિજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનગઢ ગામે નદીના કાંઠા પાસે મળેલી ખાનગી બાતમીના આધારે રેતી ખનીજનું ખનન કરતા excavator મશીન તથા એક ટ્રક (પાટલો) રજી નં. GJ-12-Y-9883 વાળું મળી આવતાં કોઈ આધાર કે પરમીટ માંગતા પોતાની પાસે આવા કોઈ આધાર કે પરમીટ નહિ હોવાનું જણાવતા પોલીસ ઇન્સ્પેકટર આર ટી વ્યાસ અને પોલીસ સ્ટાફ સાથે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ કબ્જે કરી મોરબી ખાણ ખનિજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હતી.