Friday, October 30, 2026
HomeGujaratમોરબી કલેક્ટરની સરકારી શાળાઓમાં સરપ્રાઇઝ મુલાકાત, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓની સમીક્ષા

મોરબી કલેક્ટરની સરકારી શાળાઓમાં સરપ્રાઇઝ મુલાકાત, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓની સમીક્ષા

કડીયાણા અને હળવદની શાળાઓમાં વર્ગખંડો, સ્વચ્છતા, મધ્યાહન ભોજન સહિતની વ્યવસ્થાઓ તપાસી: વિદ્યાર્થીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવા પ્રેરણા આપી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. આ દરમિયાન શિક્ષકોને જરૂરી સૂચનો આપવાની સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કડીયાણાની RMSA સરકારી માધ્યમિક શાળા અને પે.સેન્ટર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં વર્ગખંડો, શૈક્ષણિક સાધનો, ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ, સ્વચ્છતા, પીવાના પાણી, સેનિટેશન અને ચાલી રહેલા બાંધકામની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી IAS, IPS અને કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવા મહેનત અને ધ્યેયનિષ્ઠા સાથે અભ્યાસ કરવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ હળવદની પીએમશ્રી શાળા નંબર-૪ની મુલાકાત દરમિયાન શૈક્ષણિક કામગીરીમાં સુધારા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, CWSN ટોયલેટ, લાઇબ્રેરી, મધ્યાહન ભોજન, ઔષધીય ગાર્ડન અને ઓક્સિજન ગાર્ડન સહિતની સુવિધાઓની ચકાસણી કરી હતી. શાળાઓના આચાર્યો અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ તથા સુવિધાઓમાં સુધારા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!