Saturday, October 19, 2024
HomeGujaratમોરબી સિટી બી ડિવિઝન પોલીસે સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલા મોટર સાયકલ સાથે ત્રણ...

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલા મોટર સાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ લૂંટના ગુના નો ભેદ ઉકેલ આરોપીઓને લૂંટમાં ગયેલ મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ત્રણ આરોપીઓને ચોરીમાં ગયેલ મોટર સાઈકલ સાથે પકડી પાડયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ લુંટના ગુનામા લુટ થયેલ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને ત્રણ ઇસમો લાલપર બાજુથી સર્વિસ રોડ ઉપર લગધીરપુર રોડ તરફ આવતા હોવાની બાતમી મળતા મોરબીના લગધીરપુર રોડના નાકા પાસે સર્વેલન્સ સ્ટાફે વોચ ગોઠવી એક શંકાસ્પદ મોટર સાયકલના ત્રણ સવારીમાં આવતા જેને અટકાવી પુછપરછ કરી એંજીન ચેચીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમા સર્ચ કરતા જે મોટર સાયકલ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુનાના કામે લુંટમા ચોરાઈ હોવાનું સામે આવતા ત્રણેય આરોપીઓની અટકાયત કરી સધન પુછપરછ કરતા આ લુંટ પોતે ત્રણેય જણાએ સાથે મળીને કરેલ હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપી અજયભાઈ સ/ઓ દેવભાઈ સોમાભાઈ શિહોરા, રવીભાઇ ઉર્ફે રેયો ભુદરભાઇ પનારા અને હરેશભાઇ ઉર્ફે હની જીલાભાઈ સારલાની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી હરેશ ઉર્ફે હની ઉપર અલગ અલગ પોલીસ મથકમાં આઠ જેટલા ગુન્હા નોંધાયા છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!