Monday, November 25, 2024
HomeGujaratટંકારાના ખાખરા ગામે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા ૬ જુગારીની અટકાયત

ટંકારાના ખાખરા ગામે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા ૬ જુગારીની અટકાયત

ટંકારા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૬૬,૫૦૦/- કબ્જે લીધા

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ખાખરા ગામે જુગારની રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૬ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૬૬,૫૦૦/- જપ્ત કરી તમામ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ ટીમે તાલુકાના ખાખરા ગામની સીમમાં દરોડો પાડી પાટીવાળી વાડીની બાજુમાં જાહેરમાં તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા ઉવ.૪૦ રહે.થોરીયાળી તા.પડધરી, દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે.ખાખરા તા.ટંકારા, લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉવ.૩૪ રહે.આણંદનગર, વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉવ.૪૦ રહે.ખાખરા તા.ટંકારા, રાણછોડભાઇ રવજીભાઇ પીપળીયા ઉવ.૬૪ રહે.લતીપર ગામ તા.ધ્રોલ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉવ.૬૬ રહે.મોરબી ઘુનડા રોડ ત્રીકુટ સોસાયટીને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે ટંકારા પોલીસના દરોડા દરમિયાન જુગારના પત્તામાંથી રોકડા રૂ. ૬૬,૫૦૦/- કબ્જે કરાયા હતા. ટંકારા પોલીસ મથકમાં તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબજે કરેલ મુદામાલ

(૧) ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિ રૂ ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા રૂ ૬૬,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ

પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ તથા એ.એસ.આઇ. ઇમ્તીયાઝભાઇ ટી. જામ તથા પો.કોન્સ. સાગરકુમાર ડી. કુરીયા તથા જગદીભાઇ એચ. ધરજીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.પકડેલ આરોપી

(૧) જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.થોરીયાળી તા.પડધરી

(૨) દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા

(૩) લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે.આણંદનગર (૪) વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.ખાખરા તા.ટંકારા

(૫) રાણછોડભાઇ રવજીભાઇ પીપળીયા ઉ.વ.૬૪ ધંધો-ખેતી રહે.લતીપર ગામ તા.ધ્રોલ

(૬) લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉ.વ.૬૬ ધંધો-ખેતી રહે.મોરબી ઘુનડા રોડ ત્રીકુટ સો.સા.

કબજે કરેલ મુદામાલ

(૧) ગંજી પત્તાના પાના નંગ-૫૨ કિ રૂ ૦૦/૦૦ તથા રોકડા રૂપીયા રૂ ૬૬,૫૦૦/-

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી ના નામ

પો.સબ.ઇન્સ. એમ.જે.ધાધલ તથા એ.એસ.આઇ. ઇમ્તીયાઝભાઇ ટી. જામ તથા પો.કોન્સ. સાગરકુમાર ડી. કુરીયા તથા જગદીભાઇ એચ. ધરજીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!