હળવદ નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હતા. સફાઈ કામદારોનો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા જેનો હવે સુખદ અંત આવ્યો છે. પાલિકાની શરતોને આધીન સુખદ સમાધાન થયું છે. હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાદાભાઈ ડાંગરની મધ્યસ્થાથી સફાઈ કામદારો અને નગરપાલિકાનું સમાધાન થયું છે…
મળતી માહિતી અનુસાર, હળવદ નગરપાલિકા સામે સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા જે પ્રતિક ઉપવાસનો હવે સુખદ સમાધાન થયું છે હળવદ નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો છેલ્લા નવ દિવસથી હડતાલ ઉપર હતા ત્યારે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાદાભાઈ ડાંગરની મધ્યસ્થાથી સફાઈ કામદારો અને નગરપાલિકાનું સુખદ સમાધાન થયું છે હળવદ નગરપાલિકાના શરતોને આધીન સુખદ સમાધાન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત છૂટા કરેલા ત્રણ સફાઈ કામદારોમાંથી બે સફાઈ કામદારોની પરત લેવામાં આવ્યા છે. અને આવતીકાલથી તમામ 86 સફાઈ કામદારો રાબેતા મુજબ કામે લાગી જવાના છે.