હળવદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ માળીયા હાઇવે પર હળવદ રાતકડી હનુમાનજી તરફ જતા રસ્તાની સામે પુરપાટ ઝડપે જતી કારે આધેડની મોટરસાઈકલને હડફેટે લેતા આધેડની કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પુત્ર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં વસંતપાર્ક ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરનાં અશ્વીનભાઈ ગણેશભાઈ ચૌહાણના પિતા ગણેશભાઇ ગોવિંદભાઇ ચૌહાણ ગત તા ૨૩/૦૪/૨૦૨૪ ના સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે પોતાનું જીજે ૧૩ એપી બત્રીસ બોતેર નંબરનું હિરો કંપનીનું ડીલક્ષ મોટરસાઈકલ લઈ હળવદ માળીયા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હોય ત્યારે પુરઝડપે અને ગફલત ભરી રીતે આવતી સીલ્વર કલરની આઇ ૨૦ ગાડીના ચાલકે હળવદ રાતકડી હનુમાનજી તરફ જતા રસ્તાની સામે આધેડની મોટરસાઈકલને હડફેટે લેતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે આધેડના પુત્ર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.