રાજકોટ TRP ગેમ અગ્નિકાંડમાં બનેલ દુઃખદ ઘટનાને કારણે લોકસભા મતગણતરીના દિવસે વિજયને શાંતિ સંયમતાથી અત્યંત સાદગીથી મનાવવા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના અઘ્યક્ષ રણછોડ ભાઈ દલવાડીએ વિનંતી કરી છે. તેમજ મોરબી જિલ્લામાં વિજય સરઘસ, ફટાકડા, પેંડા કે હાર તોરા ન કરવા અને વિજયને સંપૂર્ણ સાદગીથી ઉજવવા નિર્ણય કર્યો છે…
રાજકોટમાં બનેલ અગ્નિકાંડને ઘટનાને પગલે મતગણતરીના દિવસે ઉજવણી નહિ કરવા મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડ ભાઈ દલવાડીએ વિનંતી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને કારણે રાજકોટ, કચ્છ, જામનગર, સુરેદ્રનગર લોકસભાના મોરબી જિલ્લકને લગતા કાર્યકર્તાનો પરિશ્રમ અને મતદાતા ના વિશ્વાસને કારણે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, વિનોદ ચાવડા, પૂનમબેન માંડમ અને ચંદુભાઈ સિહોરા વિજય પ્રાપ્ત કરવાના છે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાનો ભોગ બનેલાને ભારતીય જનતા પાર્ટી પોતાનો પરીવાર માને છે, અને પરીવાર પત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તે સમયે વિજય સરઘસ, ફટાકડા, પેંડા કે હાર તોરા ન કરવા આ વિજયને સંપૂર્ણ સાદગી સાથે મનાવવા નિર્ણય કરાયો છે…