મોરબી-માળીયા મિયાણા હાઇવે ઉપર પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પેપર મિલમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેના ધુમાળાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી-માળીયા મિયાણા હાઇવે ઉપર ખોખરા હનુમાનજી મંદિર નજીક આવેલ પેપર મિલમાં આગ લાગી હોવાની ઘટના બનાવ પામી છે. જેમાં એલીક્સ પેપર મિલ નામની ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જે પેપર વેસ્ટને કારણે આગ ઝડપથી પ્રસરી જવા પામી હતી. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે પોહચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવા હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે,