Monday, October 21, 2024
HomeGujaratમોરબીના કુલીનગર-૧ માં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે એકની અટકાયત

મોરબીના કુલીનગર-૧ માં રહેણાંકમાંથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે એકની અટકાયત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૧ ના રહેણાંક મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૬ બોટલ મળી આવતા સ્થળ ઉપરથી મકાન માલિક શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ વીસીપરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે કુલીનગર-૧માં સુનિલભાઈ ભરતભાઈ અગેચાણીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મુજબની બાતમી મળતા તુરંત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. ત્યારે રેઇડ દરમિયાન મકાનમાં તપાસ હાથ ધરતા વિદેશી દારૂ વ્હાઇટ લેસ વોડકાની ૬ નંગ બોટલ કિ.રૂ.૧,૮૦૦/-મળી આવી હતી. આ સાથે આરોપી સુનિલભાઈ ભરતભાઈ અગેચાણીયા ઉવ.૨૬ હાલ રહે.મોરબી વીસીપરા કુલીનગર-૧ રમેશ કોટન મીલ મૂળરહે. મોરબી વીસીપરા કુલીનગર-૨ ની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!