Saturday, September 21, 2024
HomeGujaratમોરબી:મોટાભાઈ સાથે અગાઉની અદાવતના મનદુઃખમાં નાનાભાઈને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

મોરબી:મોટાભાઈ સાથે અગાઉની અદાવતના મનદુઃખમાં નાનાભાઈને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ચેતનભાઇ બાબુભાઇ થરેસા ઉવ-૩૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રવુભા ગઢવી, ભરતભાઇ ગઢવી, વિજયભા ગઢવી, નિલેશભાઇ ગઢવી રહે.બધા સોખડા તા.જી.મોરબી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ચેતનભાઈના ભાઇ હિતેશભાઇને આરોપી રવુભા ગઢવી સાથે શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓ ચેતનભાઈના ઘર પાસે ધોકા સાથે આવી ચેતનભાઇને વાંસામાં તથા પેટના ભાગે તથા માથામાં તથા ડાબા હાથમાં ધોકા મારી સામાન્ય મુંઢ ઇજા કરી ગુન્હામાં એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!