Sunday, October 6, 2024
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા પાંચ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા પાંચ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે કુબેર ટૉકીઝ શોભેશ્વર રોડ પર આવેલ રહેણાક મકાનમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રોકડ રૂપિયા 60,500ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ સી બી ને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ મફતીયાપરા ખાતે રહેતો રાજુભાઇ બાબુભાઇ કોળી પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે મોરબી કુબેર ટોકીઝ પાછળ, શોભેશ્વરરોડ, મફતીયાપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરી જુગાર રમતા રાજુભાઈ બાબુભાઈ ચૌહાણ, અબ્દુલભાઈ મામંદભાઈ જુણાજ, સફિર તારમહંમદ મોટલાણી, ભૂપેન્દ્રસિંહ ખોડુભા પરમાર અને ઇસ્માઇલ કાદરખાન બ્લોચ સહિત પાંચ ઇસમોને રોકડ રૂ.૬૦,૫૦૦/- નો મુદામાલ સાથે પકડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગૂન્હો દાખલ કરવામાં આવ્યો છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!