મોરબીમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વાઈરલ વીડિયો વાંકાનેરનો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા નેશનન હાઇવે રોડ પર બાઇક વડે જોખમી સ્ટંટ કરતા બાળ કિશોર તથા વાહન માલીક બાળ કિશોરના વાલી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી મોરબી જીલ્લામાં હાઇવે રોડ ઉપર બાઇક વડે જોખમી સ્ટંટ કરી આમ લોકોની જીંદગી જોખમમાં મુકતા ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હોય અને ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે રોડ પર બાઇક વડે સ્ટંટ કરતા ઇસમનો વિડીયો વાયરલ થતા જે વિડીયો ગંભીરતાથી લઇ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન નંબર GJ-36-AG-7951 ની પોકેટ કોપથી માહિતી વાહન માલીક મનસુખભાઇ લાખાભાઇ ભાલીયા (રહે.ભલગામ તા.વાંકાનેર જી.મોરબી)ને શોધી કાઢી વાહન માલીકની પુછપરછ કરતા વિડીયોમાં બાઇક સ્ટંટ કરનાર પોતાનો દીકરો (કાયદાના સંઘષૅમાં આવેલ બાળ કીશોર) હોવાનું જણાવતા વાહન માલીક બાળકના વાલી તથા બાઈકમાં સ્ટંટ કરનાર કાયદાના સંઘષૅમાં આવેલ બાળકીશોર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસે પાર્ટ ગુ.ર.નં. ૦૬૩૧/૨૦૨૪ IPC કલમ ૨૭૯,૩૩૬ તથા MV ACT કલમ ૧૭૭,૧૮૪,૩,૧૮૧,૧૯૯(એ) મુજબનો ગુન્હો રજીસ્ટર કરી બાઇક કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.