મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનાળા રોડ ભકિતનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખુણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા ઉપર જાહેર રોડ ઉપર મોબાઇલ એપ્લિકેશન પર અન્ય ગ્રાહકો સાથે સોદા પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી સોદા પડતાં ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શનાળા રોડ ભકિતનગર સર્કલ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે શેરીના ખુણા ઉપર આવેલ અમુલ પાર્લરના ઓટલા પર આરોપી કાસમભાઇ મામદભાઇ દલે પોતાની પાસે રહેલ મોબાઇલમાં betbox247.com નામની આઇ.ડી. માં અન્ય ગ્રાહકો સાથે ફોન ઉપર હાર જીત ના રન ફેરના સોદા કરી જે સોદા આરોપી જયેન્દ્રસિંહ નવુભા ઝાલા પાસે કાગળ પર લખાવી હાલમાં ચાલી રહેલ તમીલનાડુ પ્રીમીયર લીગ ૨૦૨૪ ની ડીન્ડીગુલ ડ્રેગન્સ તથા લાયકા કોવાય કીંગ્સના ક્રીકેટ મેચ ઉપર રનફેર, સેશન ઓવર તથા ટીમની હારજીતના સોદા લગાડી રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂ.૨૨૫૦ તથા મોબાઇલ ફોન નંગ ૩ કી.રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂ.૧૭,૨૫૦ ના મુદામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.