મોરબી નગરપાલિકામાં શહેરમાં રોડ રસ્તા, ગંદકી સહિતની સમસ્યાઓની રજૂઆત કરવા છતાં નિરાકરણ નહિ આવતા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા બહાર રામધૂન બોલાવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ અધિકારીને રજૂઆત કરવાની જીદ પકડી બેસી જતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
મોરબી નગરપાલિકા બહાર કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી રજૂઆત કરી હતી. મોરબી શહેરના રોડ, રસ્તા ગંદકીની સમસ્યાઓની અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા અંતે કોંગ્રેસે અનોખી રીતે રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ નગરપાલિકા બહાર રામધૂન બોલાવી સૂત્રોચાર કર્યો હતો. તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ નગરપાલિકાના અધિકારીને રૂબરૂમાં રજૂઆત કરવાની જીદ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.