મોરબીથી લીલાપર ગામ તરફ જતા રસ્તા પર વર્ષો જૂનો આજરોજ બપોરના સમયે ધરાશાઈ થઈ ગયો હતો. જો કે પુલ ધરાશાઈ થતાં કોઈ જાનહાનિ થઈ નથી પંરતુ પુલના બે કટકા થઈ જવા પામ્યા હતા. પુલ તૂટવાની ઘટના બનતા મોરબી કલેક્ટર, ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લીલાપરથી મોરબી વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાવી ડાયવર્ટ કર્યો હતો.
સમગ્ર ગુજરાત પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવ્યા બાદ હાલ મેધરાજાએ વિરામ લીધો છે. પરંતુ ભારે વરસાદના કારણે અનેક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર પુલ બનાવવામાં આવ્યો હતો જે આજરોજ બપોરના સમયે તૂટી જવા પામ્યો હતો. જો કે આ પુલના તૂટી જવાને કારણે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વર્ષો જૂનો પુલ ધરાસાઈ થઈ બે કટકા થઈ ગયો હતો. જે પુલ તૂટવાની ઘટના બનતા મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી સહિતનો ફાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસે હાલ લીલાપરથી મોરબી વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાવી વાહન વ્યવહારને ડાયવર્ટ કર્યો છે.