Thursday, September 19, 2024
HomeGujaratહળવદના જુના દેવળીયા ગામ નજીક આવેલ વાડી-ખેતરમાંથી બિયરના ૩૫ ટીન મળી આવ્યા,આરોપી...

હળવદના જુના દેવળીયા ગામ નજીક આવેલ વાડી-ખેતરમાંથી બિયરના ૩૫ ટીન મળી આવ્યા,આરોપી ફરાર

કપાસના વાવેતરની વચ્ચે ખાડો કરી છુપાવેલ બિયરનો જથ્થો મળી આવ્યો

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ ટીમે તાલુકાના જુના દેવળીયા ગામે પઢરકા નામની સીમમાં આવેલ લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા પરમારના વાડી-ખેતરમાં રેઇડ કરતા કપાસના વાવેતરની વચ્ચે ખાડો કરી તેમાં છુપાવી રાખેલ બિયરના ૩૫ ટીન મળી આવ્યા હતા. દરોડા દરમિયાન આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે જુના દેવળીયા ગામમાં દરબાર શેરીમાં રહેતા લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા પરમાર પોતાની પઢરકા સીમમાં આવેલ વાડી-ખેતરમાં વેચાણ કરવાના આશયથી બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. જેથી હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત વાડી-ખેતરમાં રેઇડ કરી હતી. ત્યારે ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચે ખાડો કરીને તેમાં રાખેલ કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૩૫ નંગ ટીન જેની કિ.રૂ.૩,૫૦૦/-મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન આરોપી લક્કીરાજસિંહ ઉર્ફે કાનભા ભરતસિંહ પરમાર રહે. જુના દેવળીયા દરબાર શેરીવાળા હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપી સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!