Sunday, September 29, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામ નજીક વિદેશી દારૂની ૩૯ બોટલ સાથે એક ઝડપાયો,અન્ય એકની...

મોરબીના મકનસર ગામ નજીક વિદેશી દારૂની ૩૯ બોટલ સાથે એક ઝડપાયો,અન્ય એકની શોધખોળ

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના મકનસર ગામ નજીક તુલસી પેટ્રોલપંપ પાછળથી આરોપી રૂસ્તમભાઇ ઉર્ફે યાસીનભાઇ યુનુસભાઇ ખલીફા ઉવ.૨૬ રહે-મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલપંપની પાછળ મૂળરહે-રાણેકપર તા.વાંકાનેરવાળાને વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની નાની મોટી ૩૯ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો વેચાણથી અન્ય એક આરોપી પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા સપ્લાયર એવા આરોપીને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે. હાલ બંને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!