રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચન આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા દસેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના સીરોહી જિલ્લાના મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, માળીયા મિયાણા પોલીસ સ્ટેશનનાં દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી (રહે. સેવાડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન)) હાલ સીરોહી જિલ્લાના રેવદર તાલુકા રાયપુર ગામે હોવાની ચોકકસ હકિકત મળતા હકિકતનાં આધારે મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયપુર ગામે તપાસ કરતાનાસતો ફરતો આરોપી અર્જુનસિંહ દોલતસિંહ સોલંકી (રહે. હાલ રાયપુર તા.રેવદર જી.સીરોહી (રાજસ્થાન) મુળ રહે. સેવાડા તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન)) મળી આવતા આરોપીને હસ્તગત કરી માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.એન.એસ.એસ. કલમ-૩૫(૨)જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા મિયાણા પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા, પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.ભોચીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમાર તથા પેરોલ ફર્લો સ્ટાફ/ એલ.સી.બી. મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.