Friday, October 18, 2024
HomeGujaratટંકારાના લતીપર ઓવરબ્રિઝ નીચેથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:ચોરીમાં ગયેલ બાઈક...

ટંકારાના લતીપર ઓવરબ્રિઝ નીચેથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:ચોરીમાં ગયેલ બાઈક સાથે આરોપીની અટકાયત

ટંકારા પોલીસ મથક પીઆઇ, પીએસઆઇ સહિતની સર્વેલન્સ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ તથા અન્ય પરપ્રાંતિય મજુરો ચેક કરવાની કામગીરીમાં હોય તે દરમ્યાન એક ઈસમ નંબર પ્લેટ વિનાના હીરો હોન્ડા સ્પેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા તેને ઉભુ રખાવી મોટર સાયકલ ચાલક પાસે રજીસ્ટ્રેશન કાગળોની માંગણી કરતા તેની નહિ હોવાનુ જણાવેલ. ત્યારે મોટર સાયકલ ચાલકની યુક્તિ પ્રયુક્તિથી આ મોટર સાયકલ ટંકારાની લતીપર ચોકડી બ્રીજ નીચેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપી મેથુભાઇ ઉર્ફે મીથુનભાઇ સુમલાભાઇ ગણાવા ઉવ.૪૫ રહે. મુળગામ ઝેરીખરેલી ઢાકીયુ ફળીયુ જી.દાહોદ હાલરહે.મોરબી બસ સ્ટેશન આજુબાજુવાળા પાસેથી ઉપરોક્ત મોટર સાયકલ કબ્જે લઈ તેની અટક કરી તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!