વાંકાનેરના જીનપરા નજીક રસ્તામાં ચાલવા બાબતે ખેત-શ્રમિક સાથે બોલાચાલી થયાની ખેતર માલિકને જાણ કરતા તેઓ સ્થળ ઉપર પોતાના ભાઈ અને મજૂર સાથે આવ્યા હોય ત્યારે ખેત-શ્રમિકને છરી મારવા દોડેલ ઇસમને પકડી રાખતા ચારેય શખ્સોને છરીથી આંગળીઓમાં ઇજાઓ પહોડયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાવવામાં આવી હતી.મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા જુના ચંદ્રપુર રોડ ઉપર રહેતા જીતેશભાઈ વાલજીભાઈ ધરજીયાએ આરોપી રફીકભાઈ જુમાભાઈ રહે.વાંકાનેર જીનપરાવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૨/૧૧ના રોજ જીતેશભાઈના ખેતરે ખેત-શ્રમિક જયેશભાઇ સાથે આરોપી રફીકભાઈએ રસ્તામાં ચાલવા બાબતે બોલાચાલી કરી માર મારેલ હોવાની ટેલિફોનિક જાણ કરતા, જીતેશભાઈ તથા તેમનો ભાઈ સહિત ત્રણ શખ્સો રફીકને સમજાવવા બનાવ સ્થળે ગયા હોય ત્યારે આરોપી રફીકભાઈ એકદમ ઉશ્કેરાઈ છરી લઈને ખેત-શ્રમિક જયેશભાઈને મારવા દોડેલ હોય જેથી જીતેશભાઈ તથા તેમના ભાઈ સહિત ત્રણ શખ્સોએ આરોપીને પકડી રાખતા ત્રણેય શખ્સોને હાથની આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી, જે મુજબની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે આરોપી રફીકભાઈ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.