હળવદની હરીદર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઉધરેજાની ત્રણ વર્ષીય પુત્રીનું ઘરમાં આવેલ પાણીના ટાંકામાં ડુબવાથી મૃત્યુ નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ ટાઉનમાં રાણેકપર રોડ ઉપર આવેલ હરીદર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઉધરેજાની ૩ વર્ષીય દીકરી દક્ષિતા ગઈકાલે પોતાના ઘરે હોય તે દરમિયાન અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતા પાણીમાં ડૂબવાના કારણે માસુમ દક્ષિતાનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનો માસુમ બાળકીનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલે લાવ્યા હતા, ત્યારે અકાળે મોતને ભેટેલી ૩ વર્ષીય બાળકીના મૃત્યુના બનાવ મામલે હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.