વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હામાં ટૂંકા ગાળામાં પાંચ આરોપીને પકડી ગુન્હો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જે આરોપીઓને ટૂંકા ગાળામાં પકડી કામગીરી પ્રત્યે નિષ્ઠા દેખાડવામાં આવતાં તે કામગીરીની સરાહના કરી રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરી કામગીરીને બિરદાવવામાં આવી હતી.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અકસ્માતમાં અજાણ્યા પુરુષનો ઓળખ થતા મરણ જનારને આરોપીઓએ અપહરણ કરી, મોત નિપજાવેલનુ તપાસ દરમ્યાન સામે આવતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુન્હા રજીસ્ટર નં.-૦૯૦૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૦૩(૧), ૧૪૦(૧), ૩૫૨, ૨૩૮, ૫૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૩(૧)(એસ),૩(૨),(૫-એ), ૩(૨)(૫) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ગુન્હો દાખલ કરાયો હતો. તેમજ વાંકાનેર તાલુકા પોલીસે સ્ટેશનમાં
ગુન્હા રજીસ્ટર નં.૧૨૫૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ-૧૦૩(૧), ૧૧૫(૨),૧૧૮(૨),૩(૫),૩૫૨,૧૮૯(૨),૧૯૦,૧૯૧(૧) તથા ગુજરાત પોલીસ એકટ કલમ-૧૩૫ મુજબના ગુનામાં ટુંકા સમયમાં ૦૫ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. જે ફરજ પ્રત્યે દર્શાવવામાં આવેલ નિષ્ઠા તથા સખત પરિશ્રમની સરાહના કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા અંગત રીતે અભિનંદન પાઠવી પોલીસ કર્મીઓએ બજાવેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવી પ્રશંસાપત્ર એનાયત કરવામા આવ્યું છે.