મોરબી જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ગયેલા અને વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા આઇપીએસ ડો. કરનરાજ વાઘેલાનો આજે જન્મદિવસ છે. મોરબીના ભૂતપૂર્વ એસપી IPS ડો.કરનરાજ વાઘેલાનો 23 ડિસેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે. સ્વભાવે કોમળ, સ્પષ્ટ વક્તા અને કર્તવ્ય નિષ્ઠ અધિકારીની શાખ ધરાવતાં IPS ડો.કરનરાજ વાઘેલા પોતાનું બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. નિષ્ઠાપૂર્વક ફરજ નિભવવાની કળાથી તેઓ હરહમેંશા ખીલતા રહ્યાં છે તેમજ લોકોનું માન-સન્માન પ્રાપ્ત કરી રહ્યા છે.
2012માં IPS બન્યા બાદ તેઓએ ગાંધીનગર રાજકોટ ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. બાદમાં વર્ષ 2017માં તેઓ મોરબી એસપી બાદમાં બરોડા ડીસીપી ઝોન ૩ ,બોટાદ એસપી,પ્રોટેક્શન ઓફ ગવર્નમેન્ટ પ્રોપર્ટી ના વડા,નવસારી,કચ્છ અને હાલમાં તેઓ વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ગંભીર ગુનાઓ ગણતરીની કલાકોમાં ડીટેકટ કર્યા છે તાજેતરમાં પણ વલસાડ માં મોતીવાડામાં વિદ્યાર્થિની દુષ્કર્મ કરી હત્યા નીપજાવવના કેસ ઉકેલવામાં તેઓએ દિવસ રાત એક કરી દેશ ભરમાં સાત જેટલી ક્રૂર હત્યાઓ કરનાર સિરિયલ કિલર ને ઝડપી પાડ્યો હતો જે ગુજરાત પોલીસ માટે મોટી ઉપલબ્ધિ છે અને આ કામગીરીની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ હતી.આ સાથે જ તેઓએ જે જિલ્લામાં ફરજ બજાવી ત્યાં દારૂના બુટલેગરો પર ધોસ જમાવી તેઓને ભોં ભીતર કરી દીધા છે. ફક્ત કાર્યક્ષેત્રમાં જ નહિ ડો કરનરાજ વાઘેલા એમબીબીએસ પણ છે અને જરૂર પડ્યે તેના મિત્રોને મદદરૂપ પણ થાય છે જેમાં પોતાનું સપનું IPS બનવાનું હોવાથી તેઓએ એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ UPSCની તૈયારીઓ શરૂ કરી હતી.
તેઓ તેના નાના ભાઈને પણ સહયોગ આપે છે અને માતા પિતાની કાળજી રાખવાનું પણ ભૂલતા નથી તો બીજી બાજુ પોલીસ પરિવાર માટે પણ તેઓની વિચારસરણી અત્યંત પ્રેમાળ રહી હતી. “મા મારે પણ માર ખાવા ન દે ” એ ઉક્તિ મુજબ જો કોઈ પોલીસ અધિકારી કેં પોલીસ કર્મી ભૂલ કરે તો તેને મોઢે સમજાવી દે છે પરંતુ પોલીસની પ્રતિષ્ઠા નીચી ન થવા દે. કોઈપણ તહેવાર હોય, પોલીસલાઈનમાં તેની ઉજવણી ન હોય તેવું ભાગ્યે જ બને અને ઉજવણી પણ એટલી શાનદાર હોય કે બહારથી પણ લોકો અન્ય કાર્યક્રમો મૂકી પોલીસ લાઈનના કાર્યક્રમમાં આવવા માટે આકર્ષાયા હતા તેમજ ડો.કરનરાજ વાઘેલા ખુદ પણ પોતાના પરિવાર સાથે આવા કાર્યક્રમમાં ભાગ લે છે.
કોઈ પણ જગ્યાએ ગમે તેવી ગંભીર સ્થિતિને હેન્ડલ કરી લેવાની અનોખી સૂઝ બુઝ ધરાવતાં IPS. ડો.કરનરાજ વાઘેલા આજે 23 ડિસેમ્બરના 2024 ના રોજ 44 વર્ષ પૂર્ણ કરી 45માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.તેઓએ ભુતકાળ માં બરોડા ડિસીપી ઝોન 3 તરીકે ફરજ દરમિયાન બોગસ માર્કશીટ થી લઈને તાજેતરમાં જ વલસાડ નો ચકચારી હત્યા કેસમાં ખૂંખાર અને સમાજ માટે ઘાતક એવા સિરિયલ કિલર ને ઝડપી પાડ્યો તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મોટા ગુનાઓના આરોપીઓને ભો ભીતર કરી અનોખીછબી ઉભી કરી છે. ત્યારે ઠેર ઠેરથી તેઓને શુભેચ્છાઓ વરસી આગામી સમયમાં આજ રીતે પ્રગતિ કરતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે અને મોરબી મિરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.