તા.૧૧ જાન્યુઆરી બપોરના ૪ વાગ્યાથી નાના બાળકો માટે મનોરંજક અને આરોગ્યપ્રદ કાર્યક્રમનું આયોજન
નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા ૧.૫ થી ૪ વર્ષના બાળકો માટે હેલ્ધી બેબી સ્પર્ધા અને ૭ વર્ષ સુધીના બાળકો માટે કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રમૂજ અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે આકર્ષક ઇનામો તેમજ ભાગ લેનાર પ્રત્યેકને ભેટ આપવામાં આવશે.
મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલની યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૧ જાન્યુઆરી ના રોજ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ લીલાપર રોડ રામોજી ફાર્મ મોરબી ખાતે નાના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટિશનનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં ૧.૫ થી ૪ વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે તેમાં ચાર લેવલ હશે જેમાં પ્રથમ લેવલમાં બેસ્ટ હેલ્ધી બેબી, બીજા લેવલમાં બેસ્ટ ડ્રેસ બેબી, ત્રીજા લેવલમાં બેસ્ટ ફોટોજેનિક ફેસ, અને ચોથા લેવલમાં સુપર મોમ-ડેડનો રાઉન્ડ હશે આ ચારેય લેવલના પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઇનામો મળશે તેમજ ભાગ લેનાર દરેક બાળકને શ્યોર ગિફ્ટ આપવામાં આવશે.
સાથે સાથે સાંજે ભાવ્યાંતિભવ્ય કિડ્સ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં અદભુત આકર્ષક બાળનગરી ઉભી કરવામાં આવી છે જેમાં ૭ વર્ષ સુધીના બાળકો ભરપૂર આનંદ ઉઠાવી શકશે
આ હેલ્ધી બેબી સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય જેથી રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મોબાઇલ નં.૭૫૬૭૫ ૦૪૩૦૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.