મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લા ફરજ બજાવતા સાત પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી છે સાથે જ ત્રણ પીએસઆઈ ને SIT ટીમ માં ફરજ સોંપવામાં આવી છે.
મોરબી જિલ્લામાં સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજાની વાંકાનેર સિટી, મોરબી તાલુકા પીઆઈ એન.આર.મકવાણાની એસઓજી, સાયબર ક્રાઇમ પીઆઈ આર એસ પટેલની મોરબી સિટી એ ડિવિઝનમાં,વાંકાનેર સિટી પીઆઈ એચ.એ.ઘેલા ની ટ્રાફિક શાખા, ટ્રાફિક શાખા પીઆઈ કે.એમ. છાસીયાની ટંકારા,લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ આર.સી.ગોહિલની માળીયા મિયાણા અને લીવ રિઝર્વમાં રહેલા એસ.કે.ચારેલની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બદલી કરવામાં અહી છે.
તે ઉપરાંત મોરબી પંથકમાં ઉદ્યોગકારોના અન્ય રાજ્યોમાં ફસાયેલા નાણાંની તપાસ માટે બનેલ SIT (સ્પેશિયલ ઇન્વેટીગેશન ટીમ)માં વધુ ત્રણ પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં એલસીબીના બી.ડી.ભટ્ટ, એસઓજીના એમ.એસ.અન્સારી અને મોરબી સિટી એ ડિવિઝન માં ફરજ બજાવતા જે.સી.ગોહિલને SIT માં ફરજ સોંપવામાં આવી છે.