મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર યોગીનગર નજીકથી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આંટા ફેરા મારતો હોય જેથી તેને રોકી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા યુવકની તલાસી લેતા તેના પાસેથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના બે ટીન કિ.રૂ.૨૫૦/-મળી આવ્યા હતા, જેથી આરોપી હુશેન ઇબ્રાહિમભાઈ આબડા ઉવ.૨૪ રહે. મોરબી-૨ યોગીનગર ત્રાજપર ખારીવાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.