Thursday, January 23, 2025
HomeGujaratMorbi Assured એપમાં શ્રમિકોનું રજીસ્ટ્રેશન નહીં કરાવનાર ખાણ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

Morbi Assured એપમાં શ્રમિકોનું રજીસ્ટ્રેશન નહીં કરાવનાર ખાણ સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

વાંકાનેરના પાડધરા ગામ નજીક આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિક કર્મચારીઓનું મોરબી એસ્યોર્ડ એપમાં રજીસ્ટર તથા નજીકના પોલીસ મથકમાં જાણ નહિ કરનાર ખાણ સંચાલક સામે જાહેરનામાના ભંગ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામથી આગળ ભેરડા ગામ તરફ જતા નાયરાના પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ બેલાની ખાણમાં કામ કરતા પરપ્રાંતિય યુ.પી.ના વર્કરના આઇ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય તથા MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન પણ નહીં કરાવનાર ખાણ સંચાલન આરોપી ભરતભાઈ બાબુભાઈ ઓડદરા જાતે મેર ઉવ.૩૩ રહે.હાલ પાડધરા બેલાની ખાણે તા.વાંકાનેર મુળરહે.ગામ ખાપટ તા.જી.પોરબંદરવાળાએ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસે ખાણ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!