Thursday, January 30, 2025
HomeGujaratમોરબી મનપા કમિશ્નરને પત્ર લખી લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા...

મોરબી મનપા કમિશ્નરને પત્ર લખી લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત કરાઈ

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજા દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી લારી ગલ્લા વાળા નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટેની રજૂઆત કરવામાં આવી છે…..

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેર કોંગ્રેસ સમિતિ સંગઠન મંત્રી સૂરપાલસિંહ જાડેજા દ્વારા મ્યુનિસપિલ કમિશનરને પત્ર લખી લારી ગલ્લા વાળા ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા રજૂઆત કરાઈ છે. તેમજ છેલ્લા ઘણા સમયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે એ ખૂબ જ સારી વાત છે પણ ગુજરાતની રાજ્ય સરકાર એક બાજુ નાના ધંધાર્થીઓને તેમજ લારી ગલ્લાવાળાઓને લોન આપે છે આત્મનિર્ભર થવા માટે એવા ઘણા લોન લીધેલા ધંધાવાળા મોરબી ની અંદર લારી લઈને બેઠા હતા. જેને કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી થયા છે. જેમની પરિસ્થિતિ સરકાર દ્વારા આપવામાં આવેલ લોન ભરી શકે તેમ નથી તેમજ ધંધો બંધ હોવાથી તાત્કાલિકના ધોરણે મોરબી શહેરની અંદર મોરબી મહાનગરપાલિકા દ્વારા એમને અમુક જગ્યાઓ ફાળવવામાં આવે જેથી કરીને તે એમનું ગુજરાન ચલાવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!