Friday, January 31, 2025
HomeGujaratહળવદના સમલી ગામે આઇસરની ઠોકરે પલ્ટી મારી ગયેલ છકડો રીક્ષાના ચાલકનું મોત.

હળવદના સમલી ગામે આઇસરની ઠોકરે પલ્ટી મારી ગયેલ છકડો રીક્ષાના ચાલકનું મોત.

અકસ્માત સર્જી આઇસર લઈને નાસી ગયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સમલી ગામ નજીક આઇસર ચાલજે પોતાનું વાહન પુરપાટ ગતિએ ચલાવી સામેથી આવતી છકડો રીક્ષાને હડફેટે લેતા છકડો રીક્ષા પલ્ટી મારી ગયી હતી જે અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ છકડો રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી આઇસર ચાલક પોતાનું વાહન અકસ્માત સ્થળે ઉભું ન રાખી નાસી ગયો હતો, હાલ મૃતક છકડો રીક્ષા ચાલકના પત્નીએ ગામના જ આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના સમલી ગામના રહેવાસી લીલાબેન કરમશીભાઇ સતાભાઇ મુંધવા ઉવ.૩૫ એ હળવદ પોલીસ મથકમાં આરોપી આઇસર રજી.નં. જીજે-૩૬-ટી-૪૮૦૯ના ચાલક ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવા રહે. સમલી ગામવાળા વિરુદ્ધ અકસ્માત સર્જી નાસી ગયા મુજબની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઈ તા.૨૧/૦૧ના રોજ ફરિયાદી લીલાબેનના પતિ મરણજનાર કરમશીભાઇ સતાભાઇ મુંધવા ઉવ-૩૯ પોતાની છકડો રીક્ષા રજીસ્ટર નંબર જીજે-૦૩-વી-૪૨૬૨ લઈને જતા હોય તે દરમિયાન સમલી ગામથી ચરાડવા ગામ તરફ જતા રસ્તે આઇસર ચાલક આરોપી ગોવિંદભાઇ નારૂભાઇ મુંધવાએ પોતાનું વાહન ગફલતભરી રીતે પુરગતિએ ચલાવી સામેથી છકડો રીક્ષાને ઠોકર મારતા ઉપરોકત છકડો રીક્ષા પલટી મારી ગયી હતી. જે અકસ્માતમાં ફરીયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ આઇસર ચાલક પોતાના હવાલાવાળુ આઇસર વાહન લઇ નાશી ગયો હતો. હાલ હળવદ પોલીસે આઇસર ચાલક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!