Friday, January 31, 2025
HomeGujaratમોરબીમાં દારૂની હેરાફેરીનાં ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હઠેળ ડીટેઇન કરી અમદાવાદ...

મોરબીમાં દારૂની હેરાફેરીનાં ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હઠેળ ડીટેઇન કરી અમદાવાદ તથા સુરત જેલ હવાલે કરાયા

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રીપાઠી દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ બે ઇસમોને પાસા હઠેળ ડીટેઇન કરી અમદાવાદ તથા સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ બે ઇસમ મયુરભાઇ બટુકભાઇ વાઘેલા તથા અંકીતભાઇ અરૂણભાઇ રાઠોડ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી (IAS)એ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બન્ને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બન્ને ઇસમોને સત્વરે અટકાયત કરવા સારૂ અલગ અલગ ટીમ બનાવી બન્ને ઇસમોને પાસા એકટ હેઠળ ડીટેઇન કરી અમદાવાદ તથા સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર, જયપાલભાઇ લાવડીયા, કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા, ભાવેશભાઇ ગઢવી તથા અજયસિંહ રાણા તથા વિપુલભાઇ ગગુભાઇ તથા રાજપાલસિંહ રામદેવસિંહ, સંજયભાઇ રાઠોડ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, મનોજભાઇ ગઢવી, પ્રિયંકાબેન પૈજા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!