યુવક પાસેથી બળજબરીપૂર્વક કાર તથા ૩૬ કોરા ચેક પડાવ્યા
મોરબીમાં વ્યાજખોરોએ ફરી માથું ઉચકયું હોય તેમ ટાઇલ્સ ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલ યુવકે ધંધાની જરૂરિયાતને લઈને ત્રણ વર્ષ પહેલા ૧૩ જેટલા વ્યસજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલા હોય જે બદલ ૨૫ લાખથી વધુ વ્યવજ અને મુદ્દલ ચૂકવી આપવા છતા તમામ વ્યાજખોર દ્વારા વધુ રૂપિયાની લાલચે યુવક પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી બળજબરીપૂર્વક યુવક પાસેથી સ્વીફ્ટ કાર અને ૩૬ ચેક પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કંટાળીને યુવકે તમામ વ્યાજખોરો સને પોલીસ ફરિયાદ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગના ધંધાર્થી જયેશભાઇ કરશનભાઇ રાજપરા ઉવ.૩૩ એ તાલુકા પોલીસ મથકમાં આરોપી રાજુભાઇ આહીર રહે.કુંતાસી તા.જી.મોરબી, ભગીરથભાઇ હુંબલ રહે.મોરબી-૦૨, સુમનભાઇ રાઠોડ રહે.નાગડાવાસ, અરવીંદસિંહ ઝાલા રહે.મોરબી -૨, જયદીપભાઇ પટેલ રહે.રવાપર રોડ, ધારાભાઇ રબારી રહે.લાલપર, રણજીતભાઇ આહીર રહે.રાજકોટ, સંજયભાઇ આહીર રહે.નાગડાવાસ તા.જી.મોરબી, ગોપાલભાઇ રાઠોડ રહે.કેરાળી તા.જી.મોરબી, સતિષભાઇ ભોરણીયા રહે.ઉમા ટાઉનશીપ મોરબી-૨, રાજુભાઇ ઘાચી રહે.કાલીકાપ્લોટ મોરબી, અકીબભાઇ મીર રહે.કલીકાપ્લોટ મોરબી તથા જયદીપભાઇ સવાભાઇ ડાંગર રહે.મેઘપર તા.માળીયાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદી જયેશભાઇને ધંધાના કામે રૂપિયાની જરૂરત પડતા જેથી વર્ષ ૨૦૨૨ એટલે કે ત્રણ વર્ષ પહેલા ઉપરોક્ત આરોપી ૧ થી ૧૩ પાસેથી વ્યાજે રૂપીયા લીધા હોય જેમાં આરોપી રાજુભાઇ આહિરે નાએ ફરીયાદી જયેશભાઇની સ્વીફ્ટ ડીઝાઇર કાર રજી.નં. જીજે-૦૩-ઇઆર-૭૧૬૬ બળજબરીથી પડાવી લીધેલ હોય આ સિવાય તમામ આરોપીઓએ કુલ રૂપીયા ૨૫,૩૦,૦૦૦/- ઉંચા વ્યાજે આપી બળજબરીથી કુલ કોરા ચેક- ૩૬ લખાવી લીધા હોય. વધુમાં ફરીયાદીએ મુડી તથા વ્યાજના રૂપિયા આપી દીધેલ હોય તેમ છતાં તમામ આરોપીઓએ મુડી તથા વ્યાજની બળજબરીથી ઉઘરાણી કરી, મારી નાખવાની ધમકી આપતા હોય જેથી ભોગ બનનાર દ્વારા તમામ વિરુદ્ધ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.