મોરબી ખાતે ગુજરાત ગેસ મોરબી ઓફિસ દ્વારા ૧૯મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ, સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો અને અનાથ બાળકો માટે ભોજન જેવા કાર્યો કરવામાં આવ્યા હતા.
ગુજરાત ગેસ મોરબી ઓફિસે ૧૯મા સ્થાપના દિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં શિવમ હોસ્પિટલના સહયોગથી આરોગ્ય નિદાન કેમ્પ અને સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તેમજ સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો, અનાથ બાળકોને ભોજન જેવા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ૨૮ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
આ વિશેષ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા ગુજરાત ગેસ મોરબી ઓફિસના સર્કલ હેડ ડો. કમલેશ કંટારીયા, સૌરાષ્ટ્ર ઝોન હેડ વિકાસ ગંગલ, રાજકોટ જીલ્લા હેડ વિપુલ રાંદેરીયા અને ગુજરાત ગેસ મોરબીના સ્ટાફ પરિવારના સભ્યોએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ રક્તદાન કેમ્પના આયોજનને લઈને સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ ગુજરાત ગેસના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.