મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો આરોપી છેલ્લા સાત વર્ષથી અપહરણ અને બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો હતો. જે આરોપીને ઓરીસ્સાથી મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કર્યું હતું. જે અનુસંધાને જરૂરી સુચના/માર્ગદર્શન આપતા પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૨/૨૦૧૮ આઇ.પી.સી. ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો ક.૪, ૫(એલ), ૬ મુજબના ગુનાના નાસતા ફરતા ૩૦ વર્ષીય આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા મોજીખંડી ખીરકોણ તાલુકા સીમોલીયા જિલ્લા બાલેશ્વર રાજ્ય ઓરીસ્સા વાળાનુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઇ રવજીભાઇએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતદાન કિરીટદાન, પોલીસ કોન્સ્ટેબલ રાજપાલસિંહ રામદેવસિંહ, દેવાયતભાઇ પ્રભાતભાઇએ આરોપીને ઓરીસ્સા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.