Monday, March 3, 2025
HomeGujaratવાંકાનેરના રંગપર ગામ નજીક ટ્રક હડફેટે બે મોટરસાયકલ સવાર પાંચ ઘાયલ.

વાંકાનેરના રંગપર ગામ નજીક ટ્રક હડફેટે બે મોટરસાયકલ સવાર પાંચ ઘાયલ.

વાંકાનેરના રંગપર ગામ નજીક ટ્રક હડફેટે બે મોટરસાયકલ સવાર પાંચ ઘાયલ.ટ્રક ચાલકે ઓવરટેક કરતા બાઇકને સાઈડથી ટક્કર મારી, જોરદાર બ્રેક મારતા પાછળ આવતું બાઇક ટ્રક પાછળ ઘુસ્યું.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના રંગપર ગામ નજીક હાઇવે રોડ ઉપર ટ્રક કન્ટેઇનર દ્વારા ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો, જેમાં ઓવરટેક કરતા મોટરસાયકલને ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક આગળ પાછળ જોયા વગર કાવું મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોને સાઈડથી ટક્કર મારતા પતિ-પત્ની અને તેમનો ૬ વર્ષીય દીકરો નીચે પટકાયા હતા, જે બાદ ટ્રક ટ્રક ચાલક દ્વારા જોરદાર બ્રેક મારતા પાછળ આવતું મોટર સાયકલ ટ્રકના પાછળના ભાગે અથડાયું હતું. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનામાં ૬ વર્ષીય બાળક સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, અકસ્માતની ઘટનામાં બંને મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માતની હારમાળા સર્જી ટ્રક કન્ટેઇનર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના રહેવાસી હેતલબેન મેરામભાઇ કેશાભાઇ મકવાણા ઉવ.૩૪ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેઇનર રજી.નં. જીજે-૧૮-એઝેડ-૮૨૭૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૨/૦૨ના રોજ હેતલબેન તેમના પતિ અને દીકરા સાથે મોટર સાયકલ રજી.નં. જીજે- ૩૬-એન-૪૮૪૫ લઈને લાકડધાર ગામથી પોતાની બહેનના ઘરે જતા હોય ત્યારે વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક હાઇવે રોડ ઉપર હેતલબેનના પતિએ પોતાનું મોટર સાયકલ ઉપરોક્ત ટ્રક કન્ટેઈનરથી આગળ ઓવરટેક કરવા જતાં, ટ્રક કન્ટેઇનરના ચાલકે અચાનક પોતાના ટ્રકને કાવું મારતા ઓવરટેક કરી રહેલ મોટર સાયકલને સાઇડથી ટક્કર મારી હતી, જેથી મોટર સાયકલ ટ્રકના જોટ્ટા સાથે અથડાતા હેતલબેન અને તેમના પતિ મેરામભાઈ અને દીકરો ત્રણેય રોડ ઉપર પટકાયા હતા, જે બાદ તુરંત ટ્રકના ચાલકે પોતાના ટ્રકને જોરદાર બ્રેક લગાવતા પાછળ આવી રહેલ બાઇક રજી.નં. જીજે-૧૩-બીડી-૬૮૨૩ ટ્રકની પાછળના ભાગમાં અથડાયું હતું, ત્યારે તે બાઇકમાં સવાર બન્ને વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના બાદ આજુબાજુ એકઠા થયેલા લોકોએ ૧૦૮ બોલાવતા હેતલબેનના પતિ સહિત તમામને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી ટ્રક કન્ટેઇનર ચાલક પોતાનું ટ્રક રેઢું મૂકીને નાસી ગયો હતો. હાલ પોલોસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!