બાળક માટે શ્રેષ્ઠ સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરશો ? શાળા V/s કોચિંગ V/s સેલ્ફ-સ્ટડી -કયો વિકલ્પ શ્રેષ્ઠ? સહિતના બાળક અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે મળશે સચોટ માર્ગદર્શન
મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ બાળકોને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરવા તા. 12મી માર્ચને બુધવારના રોજ સાંજે 4:00 વાગ્યે D’n’D (Pre-school), રત્નકલા એક્સપોર્ટ્સ, સ્કાય મોલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે મેગા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા જઈ રહી છે.
બાળક માટે શ્રેષ્ઠ સ્ટ્રીમ કેવી રીતે પસંદ કરશો ? શાળા V/s કોચિંગ V/s સેલ્ફ-સ્ટડી – કયો વિકલ્પ શ્રેષ્ઠ? વિજ્ઞાન અને વાણિજ્ય ક્ષેત્રમાં LIMITLESS કારકિર્દી વિકલ્પો!, હોસ્ટેલ V/s હોમ – શું તમારા માટે વધુ સારું છે? કિંમતવાન ડિગ્રી કે સોલિડ સ્કિલ્સ? – સફળતાનો સાચો ફોર્મ્યુલા! શિક્ષણમાં નેતૃત્વ, શિસ્ત અને લાઇફલૉન્ગ સફળતા સહિતના પ્રશ્નો તથા મુદા ઉપર સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિજ્ઞાન અને વાણિજ્ય – બંને માટે સ્પેશિયલ સેશન ચાલે છે. વિજ્ઞાનમાં JEE, NEET, GUJCET માટે તેમજ વાણિજ્યમાં Accounts, Business Studies, Economics માં એક્સપર્ટ માર્ગદર્શન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને 100% JEE, NEET & GUJCET સપોર્ટ આપવામાં આવે છે. વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને ટેક-ડ્રિવન શિખણ પદ્ધતિથી અહીં શીખવવામાં આવે છે. હાલ અહીં ધોરણ 11 (Science & Commerce)માં પ્રવેશ શરૂ થઈ ગયો છે. વધુ માહિતી માટે મો.નં. 75758 08830 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.