મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીના રહેણાંકમાં રેઇડ કરતા, મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૧૮ નંગ કિ.રૂ.૧૦,૩૧૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી કાળુભાઇ ગોરધનભાઇ સીતાપરા ઉવ.૬૦ ની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. હાલ બી ડિવિઝન પોલીસ ટીમે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.