વાંકાનેર ટાઉનમાં શક્તિપરા વિસ્તારમાં સિહોરી પાનની સામેથી આરોપી ગૌતમભાઇ નાનજીભાઇ ધામેચા ઉવ-૪૭ રહે-શકિતપરા હસનપર તા-વાંકાનેર વાળાને વાંકાનેર સીટી પોલીસ ટીમે વિદેશી દારૂના ૧૮૦મીલી.ની પાંચ નંગ બોટલ કિ.રૂ.૭૫૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.