Sunday, May 18, 2025
HomeGujaratમોરબી ના મોટા ગજાના નેતાની નાના ગજાની વિચારધારા:પત્રકાર સામે ખોટો ગુનો નોંધવા...

મોરબી ના મોટા ગજાના નેતાની નાના ગજાની વિચારધારા:પત્રકાર સામે ખોટો ગુનો નોંધવા ધારાસભ્ય મેદાને !પોતાના ભાઈએ લીધેલી જમીન માટે કાર્યવાહી કરશે કેમ મોટો પ્રશ્ન ??? :પત્રકાર લડી લેવાના મૂડમાં

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મોરબીના સિનિયર પત્રકાર અતુલ જોશી ને પાડી દેવા મોરબી નો એક પત્રકાર કે જેના પર અતુલ જોશી એક કરોડનો માનહાનિ દાવો મોરબી કોર્ટમાં દાખલ કરેલ છે તે અને મોરબીના જૂના બત્રીશ વર્ષના રાજકીય આગેવાન અને જે પત્રકારે તેની ચૂંટણીમાં મત આપી જીત કરાવી સત્તાપર બેસાડ્યા તેવા ધારાસભ્ય કાંતિ અમૃતિયા મળી એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ને હાથો બનાવી સાચી ખોટી અરજીઓ હાઈકોર્ટ તંત્ર માં કરાવી પત્રકાર અતુલ જોશીને પાડી દેવા તંત્ર ને હાથો બનાવી કાયદાનો દુરુપયોગ કરી ષડયંત્ર કરી રહ્યા છે અને કેમ અતુલ જોશીને પાડી દેવો તેની રોજ મિટિંગ ભરી રહ્યા છે પંરતુ ખોટી રીતે ગુનો કોઈ ડોક્યુમેન્ટ વિના કેમ દાખલ કરવો તેના પર તંત્ર અસમંજસ છે જો કે પત્રકાર પર ગુનો નોંધાશે કે કેમ અને તંત્ર નેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ,પત્રકાર અને ધારાસભ્યનો હાથો બનશે કે કેમ એ આગામી સમય જ બતાવશે પણ જો આવી થશે તો પત્રકાર અતુલ જોશીએ પણ હાઈકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી ધારાસભ્ય પત્રકાર અને આરીટીઆઈ એક્ટિવિસ્ટ ની ટીમ સામે લડવાની પૂરી તૈયારી કરીને રાખી હોવાની ચર્ચા ચાલી છે.

- Advertisement -
- Advertisement -

જો કે ન્યાયિક પ્રકિયાની વિરુદ્ધમાં જઈને પત્રકાર વિરુદ્ધ ખોટા ગુના દાખલ કેમ કરવા તે અસમંજસમાં છે પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સત્તાના જોરે અધિકારીઓ ને બેફામ વાણી વિલાસ કરી આ ગુના નોંધવા દબાણ કરતા હોવાનું માલુમ પડ્યું છે ત્યારે આગામી સમયમાં શું કાયદાના જાણકાર પત્રકાર અતુલ જોશી સામે ધારાસભ્ય થી દબાઈ અને ગુનો નોંધાય છે કે પછી ન્યાયિક રીતે અધિકારી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ કામગીરી કરવામાં આવશે તે આગામી સમય જ બતાવશે પંરતુ જો ધારાસભ્ય લોકો માટે બોલતા હોય તો જડેશ્વર મહાદેવ ટ્રસ્ટને બક્ષિસમાં આપેલ સજજનપર ગામતળના સર્વે નંબર વાળી જમીન તેના પરિવારે ખરીદી છે તેમાં પણ ન્યાયિક પ્રકિયાની માંગ કરવી જોઈએ જો કે એ નહીં કરે તો આગામી સમયમાં આ મામલે કાયદાકીય ન્યાયિક તપાસ માટે માંગ કરવામાં આવશે ત્યારબાદ આ મામલે વિગતવાર ચર્ચા કરીશું હાલ આ પત્રકાર અને ધારાસભ્ય ની લડાઈમાં અધિકારીઓ નો મરો છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી તો બીજી બાજુ પત્રકાર અતુલ જોશી પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની તાનાશાહી સામે લડી લેવાના મૂડમાં છે અને આ ધારાસભ્ય મામલે ભાજપ અને જનસંઘના લોકો ને પણ પોતે પાર્ટી વિરોધી નહીં પણ વ્યક્તિ વિરોધી હોવાનું જાણવી ધારાસભ્ય પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાને ફિટ કરવા પ્રયત્નો કરી રહ્યા છે તેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવા પણ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!