Sunday, June 8, 2025
HomeGujaratગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલાવતા આચાર્યોમાં આક્રોશ

ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલાવતા આચાર્યોમાં આક્રોશ

ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં થતાં ખર્ચ અને સહ અભ્યાસિક પ્રવૃતિઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અનુદાન બેંક એકાઉન્ટ મારફતે ફાળવવામાં આવે છે. જે શાળા માટે એસ.એમ.સી. ના એકાઉન્ટ, સી.આર.સી અને બી.આર.સી ના એકાઉન્ટ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે. જે અધિકારીઓ બેંક એકાઉન્ટ એક બેંકમાંથી બીજી અને બીજી માંથી ત્રીજી બેંકમાં બદલાવ કરતા આચાર્યોમાં રોષ અને આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં થતા ખર્ચ તેમજ અન્ય સહ અભ્યાસિક પ્રવૃતિઓ તેમજ શાળામાં કરવામાં આવતી બાંધકામની પ્રવૃત્તિઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અનુદાન ફાળવવામાં આવે છે.એ શાળા માટે એસ.એમ.સી.ના એકાઉન્ટ તેમજ સી.આર.સી. અને બી.આર.સી.ના બેંક એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહાર કરવામાં આવે છે. જે દરેક બેંક એકાઉન્ટ સૌથી પહેલા બેંક ઓફ બરોડામાં, ત્યાર બાદ એસ.બી.આઈ. બેંકમાં ખોલવાનો રાજ્યકક્ષાએથી પરિપત્ર થયો, એસબીઆઈ બેંકમાંથી તત્કાલિક બંધ કરી ICICI બેંકમાં અને બે વર્ષ સુધી ICIC બેંકમાં નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા છે. ત્યારે ફરી બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ખોલવા માટેનો પત્ર અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જે માત્ર પત્ર કરીને છૂટી જાય છે પરંતુ બેંક એકાઉન્ટ ખોલવા માટે આચાર્યોને મહામુસીબત થઈ જાય છે. સભ્ય સચિવ અને એસ.એમ.સી.ના મહિલા સભ્યની ડીઝિટિલ સાઈન લેવા માટે મહિલા સભ્યનું અને સભ્ય સચિવનું વીડિયો રેકોર્ડિંગ કરવા જેવી મુશ્કેલીઓ પડે છે. મહિલા સભ્ય ધંધા, મજૂરી કરતા હોય એમને બેંક સુધી લાવવા લઈ જવામાં આચાર્યને ખુબજ મુશ્કેલીની સામનો કરવો પડે છે. અને ડીઝીટલ સહી વાળી પેન ડ્રાઈવ લેવામાં ખર્ચ પણ ખુબજ થાય છે. વળી, પાછા ઉપરોક્ત પરિપત્ર મુજબ બેંક એકાઉન્ટ ICICI માંથી બેંક ઓફ બરોડા BOB માં ખોલાવવામાં ફરી પાછી નવી સરથી પ્રયત્નો કરવા પડશે. આવી રીતે વારંવાર બેંક એકાઉન્ટ બદલવાથી અનેક વહીવટી મુશ્કેલીઓ પડે છે. તેમજ એકાઉન્ટ ખોલવા માટે બેંકોમાં વારંવાર ધક્કા ખાવાથી વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય રહેતો નથી. આવા અનેક કારણોસર બેંક ઓફ બરોડામાં બેંક એકાઉન્ટ ખોલવાનો પરિપત્ર થયો તે બાબતે આચાર્યોમાં ખુબજ રોષ અને આક્રોશ વ્યાપી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!